કોંગ્રેસ નેતા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેણે પ્રજ્વલ રેવન્ના સાથે જોડાયેલા કેસમાં પીડિતોને તમામ પ્રકારની સહાય પૂરી પાડવા જણાવ્યું છે. રાહુલ ગાંધી (Rahul Gandhi) પત્રમાં લખ્યું છે કે હું તમને પીડિતોને શક્ય તમામ મદદ આપવા વિનંતી કરું છું. આ ઘૃણાસ્પદ ગુનાઓ માટે જવાબદાર તમામ પક્ષકારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવે તે સુનિશ્ચિત કરવાની અમારી સામૂહિક ફરજ છે.