કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વાયરસ સંક્રમણના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પોતાના પત્રમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં કોરોનાના મ્યૂટેશનને સતત ટ્રેક કરવો જોઈએ. કૉંગ્રેસ નેતાએ કહ્યું કે, તમામ મ્યૂટેશન પર વહેલામાં વહેલી તકે ઉપલબ્ધ વેક્સીનને ટેસ્ટ કરવામાં આવે. રાહુલ ગાંધીએ કહ્યું કે દેશના તમામ લોકોને ઝડપથી વેક્સીન આપવાનો પ્રબંધ કરવામાં આવે.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને એવો આરોપ પણ કર્યો કે સરકારની ‘નિષ્ફળતા’ના કારણે દેશ ફરી એક વાર રાષ્ટ્રીય સ્તરના લૉકડાઉનના આરે આવીને ઊભો છે અને એવામાં ગરીબોને તાત્કાલિક આર્થિક મદદ આપવામાં આવે જેથી તેમને ગયા વર્ષની જેમ પીડામાંથી ન પસાર થવું પડે.