દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. છેલ્લા 3 દિવસથી દરરોજ એક લાખ કરતા પણ વધારે કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.31 લાખ કરતા પણ વધારે કેસ સામે આવ્યા છે અને 780 દર્દીઓ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોરોનાની વેક્સિનની નિકાસ તરત અટકાવી દેવા માંગણી કરી છે.
કોંગ્રેસના સાંસદે વડાપ્રધાનને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, વેક્સિનની નિકાસ તરત અટકાવી દેવી જોઈએ અને દેશમાં વેક્સિનનું ઉત્પાદન વધારવું જોઈએ. જાણવા મળ્યા મુજબ વેક્સિનનો પુરવઠો પૂરો થઈ ગયો હોવાના કારણે લોકોએ મુંબઈના બીકેસી જંબો વેક્સિનેશન સેન્ટર બહાર ભીડ કરી હતી. વેક્સિનેશન સેન્ટરના ડીને તેમના પાસે માત્ર 160 ડોઝ બચ્યા હોવાની માહિતી આપી હતી.