લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. જેમાં રાહુલ કેરળ, ગુજરાત અને આંદામાન અને નિકોબાર ટાપુઓના દરિયાકાંઠે ઓફશોર માઇનિંગ માટે જારી કરાયેલા ટેન્ડર રદ કરવાની માંગ કરી છે.
રાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર : વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં દરિયાઈ જીવસૃષ્ટિ માટેના ખતરા તરફ ઈશારો કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તેની અસરનું કોઈ નક્કર મૂલ્યાંકન કર્યા વિના ઓફશોર માઇનિંગ બ્લોક્સ કોન્ટ્રાક્ટરો માટે ખોલવા એ ચિંતાજનક છે. હું કેરળ, ગુજરાત અને આંદામાન અને નિકોબારના દરિયાકાંઠે ઓફશોર માઇનિંગને મંજૂરી આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયની સખત નિંદા કરું છે.