ગુજરાત કોંગ્રેસમાં સૌરાષ્ટ્રના સિનિયર કોંગ્રેસી નેતાઓની નારાજગીનો મામલો હવે હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે. જેને પગલે રથયાત્રા પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભાવનગર, રાજકોટ અને જૂનાગઢની મુલાકાતે આવશે. સૌરાષ્ટ્રના સિનિયર ધારાસભ્યો કુંવરજી બાવળિયા, વિક્રમ માડમ, મહમંદ જાવિદ પીરજાદા પક્ષથી નારાજ છે તેવી વાત હવે દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચી ગઇ છે. જે અંગે પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા મનામણાંના પ્રયાસો હાથ ધરવામાં આવેલા છે.