કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી લોકસભા બેઠકો માટે પોતાના ઉમેદવારો નક્કી કર્યા છે. પાર્ટીએ આની જાહેરાત કરી છે. કોંગ્રેસે અમેઠીથી કેએલ શર્મા અને રાયબરેલીથી રાહુલ ગાંધીને ઉમેદવાર બનાવ્યા છે. આ બેઠકો અંગે ઘણા સમયથી સસ્પેન્સ હતું. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી પણ ચૂંટણી લડવાના છે. તો કેએલ શર્મા ગાંધી પરિવારના નજીકના હોવાનું કહેવાય છે. તેઓ સોનિયા ગાંધીના સાંસદ પ્રતિનિધિ છે.