લોકસભા ચૂંટણી-2024ના પરિણામો આવ્યા બાદ એનડીએની નવી સરકાર બની ગઈ છે. હવે લોકસભામાં વિપક્ષ તરફથી નેતા કોણ હશે?, તેની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. જોકે હવે આ ચર્ચા પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે અને ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા બેઠક પરના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા જાહેર કરવામાં આવ્યા છે.