કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે. પંજાબમાં ત્રણ દિવસની ખેડૂત યાત્રા કર્યા બાદ રાહુલ ગાંધી હવે હરિયાણામાં આવી ચૂક્યા છે. આ દરમિયાન બુધવારે સવારે તેમણે ટ્વીટર દ્વારા પીએમ મોદીની વધુ એક ટીકા કરી છે.
રાહુલ ગાંધીએ લખ્યુ કે PM જી, એકલા ટનલમાં હાથ હલાવવાનું છોડો, પોતાનુ મૌન તોડો, પ્રશ્નોનો સામનો કરો, દેશ તમને ઘણુ બધુ પૂછી રહ્યો છે.
રાહુલ ગાંધીએ ત્રણ દિવસ પંજાબમાં ટ્રેક્ટર રેલી કાઢી, જે બાદ તેઓ મંગળવારે હરિયાણા પહોંચ્યા અને અહીં બે દિવસ સુધી સભા કરી. જે બાદ દિલ્હીમાં આ ખેતી બચાઓ યાત્રાનું સમાપન થશે.
રાહુલ ગાંધીએ પટિયાલામાં પ્રેસ કૉન્ફરન્સ કરતા પીએમ મોદી પર નિશાન સાધ્યુ હતુ. રાહુલે કહ્યુ હતુ કે ત્રણ કૃષિ કાયદા દ્વારા ખેડૂતોને ખતમ કરવામાં આવી રહ્યા છે અને મોટા ઉદ્યોગપતિઓ માટે માર્ગ બનાવવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો છે કે ખુદ પીએમ નરેન્દ્ર મોદીને આ ત્રણ કાયદા વિશે જાણકારી નથી.