અયોધ્યા કેસ મામલે સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો સંભળાવી દીધો છે અને વિવાદાસ્પદ જમીન પર રામલલાનો હક માન્યો છે. ત્યારે જુદા જુદા રાજકીય નેતાઓ આ મામલે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે દરમિયાન કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું છે કે, "સુપ્રીમ કોર્ટે અયોધ્યા મુદ્દે પોતાનો ચુકાદો આપી દીધો છે. કોર્ટના આ નિર્ણયનું આપણે સન્માન કરવું જોઇએ તેમજ સદ્દભાવ બનાવી રાખવો જોઇએ. આ સમય ભાઇચાર, વિશ્વાસ અને પ્રેમ બનાવી રાખવાનો છે."