કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હવે આર્થિક મોરચે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે.
રાહુલ ગાંધીએ યુવાઓમાં બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો છે.યુવા કોંગ્રેસનો આજે સ્થાપના દિવસ છે.આ પ્રસંગે રાહુલે કહ્યુ હતુ કે, નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે યુવાઓને વાયદો કર્યો હતો કે, આ દેશના બે કરોડ યુવાઓને રોજકાર આપશે અને તે પણ દર વર્ષે.બહુ મોટુ સપનુ તેમણે બતાવ્યુ હતુ પણ સત્ય અલગ જ છે.રોજગારી આપવાનુ તો દુર રહ્યુ પણ મોદીની નીતિઓના કારણે 14 કરોડ લોકો નોકરી ગુમાવી ચુક્યા છે.
રાહુલે કહ્યુ હતુ કે,આ બધુ જ મોદી સરકારની ખોટી નીતિઓના કારણે થયુ છે.નોટબંધી, ખોટી રીતે લાગુ કરાયેલા જીએસટી અને એ પછી લોકડાઉન.આ ત્રણ બાબતોના કારણે દેશની ઈકોનોમીનુ માળખુ જ ખતમ થઈ ગયુ છે.હવે સત્ય એ છે કે, દેશ પોતાના યુવાઓને નોકરી આપી શકે તેમ નથી.એટલે યુથ કોંગ્રેસે મેદાનમાં ઉતરવુ પડશે.
તેમણે કહ્યુ હતુ કે, મને ખુશી છે કે, યુથ કોંગ્રેસ બેકારીના મુદ્દાને દેશના ખૂણે ખૂણે લઈ જશે.રાહુલ ગાંધીએ લોકોને અપીલ કરી હતી કે, તમામ લોકો સરકારે પાસે રોજગારી આપવાની ઝુંબેશમાં જોડાય અને યુથ કોંગ્રેસને સાથ આપે.