-
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાનના રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલના પુત્ર શૌર્ય ડોભાલ સામે ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે શૌર્ય થીંક ટેન્ક ઇન્ડિયા ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવે છે અને શૌર્યની આ સંસ્થામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના 4 મંત્રીઓ જોડાયેલા છે. શૌર્ય ડોભાલ એક નાણાંકિય સેવા કંપનીમાં ભાગીદાર છે.શૌર્યની સંસ્થા કેટલાક વિદેશી અને ભારતીય કોર્પોરેટના નાણાંની મદદથી ચાલે છે. અને આ કોર્પોરેટ કંપનીઓ સરકારની સાથે જોડાયેલી છે અને સરકારના કેટલાક મંત્રીઓ આ થીંક ટેન્ક ફાઉન્ડેશનમાં છે ત્યારે તેમાં સરકારના હિતોને નુકશાન થઇ શકે છે. તેથી મોદીએ અજીત ડોભાલના પુત્રની સંસ્થામાં જોડાયેલા મંત્રીઓને સરકારમાંથી દૂર કરવા જોઇએ, એવી માંગણી રાહુલ ઉપરાંત કોંગ્રેસના પૂર્વ મંત્રી કપિલ સિબ્બલે પણ કરી હતી.