મધ્ય પ્રદેશના મહિલા નેતા ઈમરતી દેવી માટે આઈટમ શબ્દ વાપનારા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઝાટકણી કાઢી છે.
રાહુલ ગાંધી હાલમાં પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડની મુલાકાતે છે.આ દરમિયાન મીડિયા દ્વારા પૂછાયેલા સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, હું કમલનાથના નિવેદન પર સંમત નથી.કોઈ પણ વ્યક્તિ મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર કરી શકે નહી.
મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી ઈમરતી દેવીની આઈટમ કહેવા અંગે રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, હું આ પ્રકારના શબ્દો વાપરવા સાથે સંમત નથી.હું વ્યક્તિગત રીતે આ પ્રકારની ભાષાનો ઉપયોગ પસંદ કરતો નથી.હું આ પ્રકારના નિવેદનને સમર્થન આપી શકુ નહીં.આપણે જે રીતે મહિલાઓ સાથે વ્યવહાર કરીએ છે તેને સુધારવાની જરુર છે.આપણી મહિલાઓ આપણા ગૌરવનુ પ્રતિક છે.