કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકારે અસંગઠિત અર્થવ્યવસ્થા પર હુમલો કર્યો છે અને આ ક્ષેત્રમાં કામ કરનારા લોકોને ગુલામ બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભારતીય અર્થવ્યવસ્થા 40 વર્ષમાં પ્રથમ વખત ભારે મંદીમાં છે. તેમણે જણાવ્યું કે, છેલ્લા 6 વર્ષમાં ભાજપ સરકારે નોટબંધી, જીએસટી અને લોકડાઉન લાગુ કર્યું. આ ત્રણેયનો લક્ષ્ય આપણા અસંગઠિત ક્ષેત્રને ખત્મ કરવાનો છે. તેઓ આને તોડવા માગે છે. આ સેક્ટર 90 ટકાથી વધારે લોકોને રોજગાર આપે છે. જે દિવસે આ સમાપ્ત થઈ જશે તે દિવસે ભારત રોજગાર ઉત્પન્ન કરી શકશે નહી.