કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની યાત્રાએ આજે ૧૦૦૦ કી.મી.નો પંથ પૂરો કર્યો છે, પદયાત્રા કર્ણાટનાં બેલ્લારી પહોંચી છે. રાહુલ આજે સાંજે ત્યાં એક વિશાળ જનસભાને સંબોધન કરવાના છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ રાહુલ ગાંધીની આ યાત્રામાં સામેલ થવાના છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે અમે ઐતિહાસિક નગર હમ્પીથી હવે ૬૦ કી.મી. જ દૂર છીએ.