રાહુલ ગાંધીનું ભાષણ શરુ થતાં જ લોકસભામાં હોબાળો જોવા મળ્યો હતો. કોંગ્રેસ નેતાએ રુમીને કોટ કરતા કહ્યું- જે શબ્દ દિલમાંથી આવે છે, તે દિલમાં જાય છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, હું મેં જ્યારે ભારત જોડો યાત્રા શરુ કરી તો મને નહોતી ખબર કે આ શા માટે છે. જે વસ્તુ માટે હું મોદીજીની જેલમાં જવા તૈયાર છું. ગાળો ખાધી છે. તે વસ્તુ આખરે છે શું? મારા મગજમાં હતું કે, જો હું 10 કિમી દોડી શકું છું, મારા દિલમાં તે સમયે અહંકાર હતો. બે દિવસમાં મને જબરદસ્ત દુખાવો શરુ થયો. દરેક ડગલે દુખાવો થયો. પહેલા બે દિવસમાં જે અહંકાર હતો, તે ખતમ થઈ ગયો.
યાત્રા દરમ્યાન ઘણા લોકોએ મને પુછ્યું કે, આપ કન્યાકુમારીથી કાશ્મીર સુધીના યાત્રા શા માટે કરી રહ્યા છીએ. શરુઆતમાં મને તેનો જવાબ ખબર નહોતો. પણ થોડા દિવસમાં મને સમજાયું. વર્ષોથી 8-10 કિમી દરરોજ દોડું છું, મને લાગ્યું કે, 25 કિમી ચાલું મારા માટે કોઈ મુશ્કેલ નથી. આ મારી અંદર અહંકાર હતો. પણ ભારત અહંકારને તરત મિટાવી દે છે. પહેલા બે ત્રણ દિવસમાં જ ઘુંટણનો દુખાવાથી મારો અહંકાર ખતમ થઈ ગયો. જે હિન્દુસ્તાનને અહંકારથી જોવા નીકળ્યા હતા, તેને દરરોજ લાગવા લાગ્યું કે, હું કાલે ચાલી શકીશ નહીં. હિન્દુસ્તાન ને જે હું અહંકારથી જોવા નીકળ્યો હતો, તે ગાયબ થઈ ગયો. હું દરરોજ ડરી ડરીને ચાલતો હતો કે શું હું કાલે ચાલી શકીશ.