વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક સમાચાર એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં ચૂંટણી બોન્ડનો ઉલ્લેખ કરી કોંગ્રસ અને વિપક્ષી નેતાઓ પર નિશાન સાધ્યા બાદ કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પણ વળતો જવાબ આપ્યો છે. રાહુલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટણી બોન્ડ કૌભાંડના માસ્ટરમાઈન્ડ ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, ‘તેઓ પકડાઈ ગયા બાદ હવે ઈન્ટરવ્યૂ આપી રહ્યા છે. આ વિશ્વની સૌથી મોટી બળજબરીથી વસૂલાતી યોજના છે અને વડાપ્રધાન તેને માસ્ટરમાઈન્ડ છે.’