કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત અપાયા બાદ હવે તેમના સાંસદ સભ્ય પદને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે. હવે લોકસભા સ્પીકરે તેમના સાંસદ પદ માટે મંજૂરી આપી દીધી છે. તેમનું સાંસદ પદ બહાલ થઈ ગયું છે. તેઓ હવે ફરી સંસદમાં જોવા મળશે. વિપક્ષી ગઠબંધન માટે આ મોટા સમાચાર માનવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સુરતની કોર્ટે મોદી માનહાનિ કેસમાં 2 વર્ષની સજા ફટકારી હતી તેના બાદથી તેમનું સાંસદ પદ છીનવી લેવાયું હતું. જોકે આ મામલે ગુજરાત હાઇકોર્ટે પણ તેમને આંચકો આપ્યો હતો અને સજા યથાવત્ રાખી હતી