પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદના બંને ગૃહોનું ખાસ સત્ર બોલાવવા વિનંતી કરી છે. જેથી આતંકવાદ સામે સામૂહિક સંકલ્પ અને ઇચ્છાશક્તિ વ્યક્ત કરી શકાય. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીને પત્ર લખીને સંસદના બંને ગૃહોનું વિશેષ સત્ર શક્ય તેટલી વહેલી તકે બોલાવવા વિનંતી કરી છે. પત્રમાં લખ્યું છે કે, 'આ નિર્ણાયક સમયે ભારતે બતાવવું જોઈએ કે આપણે હંમેશા આતંકવાદ સામે એક છીએ.'