ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના હાથરસ (Hathras) માં અનુસૂચિત જાતિની યુવતી સાથે થયેલા સામૂહિક દુષ્કર્મ (Gang Rape) અને હત્યા બાદ રમાઈ રહેલા રાજકારણમાં હવે શિવસેનાની પણ એન્ટ્રી થઈ ગઈ છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કથિત રીતે રાહુલ ગાંધીનો કોલર પકડવાના મામલે નિવેદન આપતા તેને લોકતંત્રનું અપમાન ગણાવ્યું અને તેની તપાસની માગણી કરી છે.
સંજય રાઉતે કહ્યું કે 'જે પ્રકારે રાહુલ ગાંધીનો કોલર પકડ્યો, ધક્કો માર્યો, પાડ્યા. આ એક પ્રકારે આ દેશના લોકતંત્રનો ગેંગરેપ છે. આ ગેંગરેપની પણ તપાસ થવી જોઈએ.' રાઉતે કહ્યું કે 'રાહુલ ગાંધી એક રાષ્ટ્રીય નેતા છે. કોંગ્રેસ સાથે શિવસેનાના પણ અનેક મુદ્દાઓ પર મતભેદ છે પરંતુ તેમના નેતા સાથે આ પ્રકારનો વ્યવહાર તો સહન ન કરી શકાય.'