રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આજે સવારે હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના ઈન્દોરા સબ ડિવિઝનના મિલવાન પહોંચી છે. ત્યાં મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ તેમનું સ્વાગત કર્યું હતું. રાહુલ ગાંધીના સ્વાગત દરમિયાન સીએમ સુક્ખૂ સાથે કેબિનેટના સભ્યો પણ હાજર રહ્યા હતા.