રાહુલ ગાંધીએ બુધવારે પહેલાં મીડિયાની સામે અને ત્યારબાદ ટ્વિટર પર ચાર પાનાના પત્રમાં સ્પષ્ટ જાહેરાત કરી છે કે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે અને હવેથી તેઓ અધ્યક્ષ નથી. રાહુલે કહ્યું કે પાર્ટીના હવે પછીના અધ્યક્ષ કોણ હશે તેનો નિર્ણય કોંગ્રેસ વર્કિંગ કમિટી કરશે. પાર્ટીએ વિલંબ વગર નવા અધ્યક્ષની ચૂંટણી કરી લેવી જોઈએ. હું આ પ્રક્રિયામાં ક્યાંય પણ નથી. હું પહેલાં પણ રાજીનામું આપી ચૂક્યો છું અને હવે હું પાર્ટી અધ્યક્ષ નથી. કોંગ્રેસ વર્કિંગ કમિટીએ જેટલી જલદીથી શક્ય હોય તેટલી વહેલી બેઠક બોલાવવી જોઈએ અને ફેંસલો લેવો જોઈએ. કોંગ્રેસ અધ્યક્ષ બનવાની રેસમાં સુશીલ શિંદે, અશોક ગેહલોત, મલ્લિકાર્જિન ખડગેનું નામ આગળ ચાલે છે.