કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સોમવારે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ટ્રેક્ટર ચલાવીને સંસદ પહોંચ્યા. આ દરમિયાન તેમની સાથે કોંગ્રેસના અન્ય નેતા ઉપસ્થિત હતા. રાહુલ ગાંધી એવા સમયે ટ્રેક્ટર ચલાવીને સંસદ ભવન પહોંચ્યા જ્યારે પરિસરથી 150 મીટરના અંતર પર સ્થિત જંતર-મંતરમાં ખેડૂતોની સંસદ ચાલી રહી છે. ટ્રેક્ટર ચલાવીને સંસદ પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ખેડૂતોને જે સંદેશ છે, અમે તેને સંસદ સુધી લાવ્યા છીએ. ખેડૂતો (Farmers)ને દબાવવામાં આવી રહ્યા છે તેથી અમે ટ્રેક્ટર લઈને આવ્યા છીએ. તેમણે વધુમાં કહ્યું કે, સંસદમાં આ વિષય પર ચર્ચા નથી કરવા દેવામાં આવતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે, કેન્દ્ર સરકારે કાયદા પરત લેવા પડશે.