આરએસએસ માનહાનિ કેસ મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરૂદ્ધ આરોપ ઘડાયો છે. મહારાષ્ટ્રની ભિવંડી કોર્ટમાં હાજર થયેલા રાહુલ ગાંધીએ કોર્ટમા કહ્યું કે, હું નિર્દોષ છું. પરંતુ કેસનો સામનો કરવા હું તૈયાર છું. કોર્ટમાં જજે કહ્યુ કે, રાહુલ ગાંધીના નિવેદનથી સંઘની શાખને નુકસાન થયું છે. રાહુલ ગાંધી વિરૂદ્ધ જે આરોપ છે તે મુજબ વધુમાં વધુ બે વર્ષની સજા થઈ શકે છે.