કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ PM મોદી પર ફરી એક વખત નિશાન સાધ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષે PM મોદી પર શાયરી કરી કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે કે, "હકીકત રૂબરૂ હોય તો અદાકારી નહીં ચલતી. જનતા કે સામને, ચોકીદાર... મક્કારી નહીં ચલતી". આ સાથે જ રાહુલ ગાંધીએ 'હૈશટેગ ચોકીદાર ચોર છે'નો પણ ઉપયોગ કર્યો છે.
જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ ઉન્નાવની ચૂંટણી સભામાં PM મોદી પર નિશાન સાધ્યું હતું. 15 લાખ રૂપિયા ખાતામાં આવવાની વાત, નોટબંધી અને બેરોજગારીના મુદ્દે PM મોદી પર પ્રહાર કર્યા હતા. આ રેલીમાં રાહુલે કોંગ્રેસની ન્યાય યોજનાનો પણ ઉલ્લેખ કર્યો અને ભાજપ સરકાર પર ખેડૂતોને દગો તેમજ ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયા આપવાનો આરોપ લગાવ્યો હતો.