સુપ્રીમ કોર્ટ આજે મોદી સરનેમ ટીપ્પણી સંબંધિત માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરી હતી. સુપ્રીમકોર્ટે આ મામલે પૂર્ણેશ મોદીને પણ નોટિસ ઈશ્યૂ કરી હતી. તેમને 10 દિવસમાં જવાબ આપવા પણ નિર્દેશ આપ્યો છે. આ સાથે ગુજરાત સરકારને પણ સુપ્રીમકોર્ટે નોટિસ ઈશ્યૂ કરી છે. રાહુલ ગાંધીએ એવી દલીલ કરી હતી કે વાયનાડમાં ગમે ત્યારે પેટાચૂંટણીની જાહેરાત થઈ શકે છે. હવે આ મામલે આગામી સુનાવણી 4 ઓગસ્ટે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકવાની અરજીને ફગાવી દીધી હતી. આ પછી પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.