બ્રિટેનની બે દિવસીય યાત્રા પાર ગયેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની છેલ્લી સભામાં ખાલીસ્તાની સમર્થકોએ “ખાલિસ્તાન ઝિંદાબાદ” નાં નારા લગાવ્યા હતા. આ ઘટના રાહુલ ગાંધીના કાર્યક્રમમાં પહોંચતા અગાઉ બની હતી. સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે ત્રણ ખાલીસ્તાની સમર્થકોને સભાથી બહાર કાઢ્યા હતા ત્યારે પ્રતિક્રિયા રૂપે તેમણે આવું કૃત્ય કર્યું હતું. પશ્ચિમ લંડનમાં મળેલી ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસની સભામાં આ ઘટના ઘટી હતી.