રાજસ્થાનની ચૂંટણી જીતવા કોંગ્રેસે બુથ મેનેજમેન્ટનો મોટો પ્લાન બનાવ્યો છે. 2019માં યોજનારી લોકસભાની ચૂંટણી સમયે પણ બુથ મેનેજમેન્ટનો ઉપયોગ કરવામાં આવશે. 'શકિત' નામના ડીજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી પક્ષના કાર્યકર્તાઓ અને મતદારોના આંકડા મેળવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બુથ મેનેજમેન્ટ પર રાહુલ ગાંધી પોતે સીધી દેખરેખ રાખી રહ્યાં હોવાનું પણ જાણવા મળે છે.