સંસદના સત્ર વચ્ચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર તેમણે લંડનમાં આપેલા નિવેદન પર નિશાન સાધ્યુ હતું. સ્મૃતિ ઈરાનીએ આજે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, રાહુલ ગાંધીએ એક એવા દેશમાં જઈને વિદેશી તાકાતોને આહવાન કર્યું જેનો ઈતિહાસ ભારતને ગુલામ બનાવાનો રહ્યો છે.
તેમણે કહ્યું કે, રાહુલે ભારતની લોકતાંત્રિત વ્યવસ્થાઓની ધજિયા ઉડાવતા અફસોસ વ્યક્ત કર્યો કે, શા માટે વિદેશી દળો આવીને ભારત પર હુમલો નથી કરતા.