ભાજપે કર્ણાટકની એક રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર રાષ્ટ્રીય ગીત વંદેમાતરમના અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપ દ્વારા વાયરલ વીડિયોમાં કર્ણાટકના પ્રદેશપ્રમુખ કે. સી. વેણુગોપાલે રાહુલ ગાંધીને વંદેમાતરમ માટે ઉભા થવા જણાવી રહ્યા છે. તેના પર રાહુલ ગાંધીએ ક્હયું હતું કે મહેરબાની કરીને જલ્દી કરાવો. બાદમાં વેણુગોપાલે વંદેમાતરમ ગાનાર વ્યક્તિ પાસે જઈને માત્ર એક લાઈન ગાવા માટે જણાવ્યું હતું.