-
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દુબઇની મુલાકાત દરમ્યાન એક સ્થાનિક આઇએમટી યુનિ. ખાતે વિદ્યાર્થીઓ સાથે વાતચીત અને તેમના પ્રશ્નોના જવાબો આપતાં કહ્યું કે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં લોકોમાં એકબીજા પ્રત્યે ધિક્કાર અને ગુસ્સો વધ્યો છે અને તે માટે સત્તામાં બેઠેલા લોકોની માનસિક્તા જવાબદાર છે. સહિષ્ણુતા ભારતની સંસ્કૃતિનો અભિન્ન અંગ છે. પરંતુ ભારતમાં છેલ્લાં સાડા ચાર વર્ષમાં વિવિધ સમુદાયો વચ્ચે ખાઇ જોવા મળી છે. અમે એવું ભારત પસંદ કરતા નથી કે જ્યાં પત્રકારને ગોળી મારી દેવામાં આવે છે અને અન્ય લોકોની એટલા માટે હત્યાઓ કરવામાં આવે છે કે આ લોકોએ પોતાની વાત પ્રજા સમક્ષ મૂકી હતી. આવી ઘણી ચીજો છે કે જેને અમે બદલવા માંગીએ છીએ.