ઉન્નાવ અને કઠુઆ બળાત્કાર કેસની પીડિતાને ન્યાય અપાવવા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નવી દિલ્હીના ઇન્ડિયા ગેટ પર કેન્ડલ માર્ચ યોજી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના અનેક ટોચના નેતાઓ અને કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા હતા. રાહુલ ગાંધીએ કોંગ્રેસ ઓફિસથી ઇન્ડિયા ગેટ સુધી કેન્ડલ માર્ચ યોજી હતી. નિર્ભયાના માતા-પિતા પણ વિરોધ પ્રદર્શનમાં હાજર રહ્યા હતા.