કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ કરવાના મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી માટે અડધા કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો, જેમાં બંને પક્ષના વકીલોને બોલવા માટે 15-15 મિનિટનો સમય મળ્યો હતો. આ કેસમાં રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેની સજા પર રોક લગાવી છે.