હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાં કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને સોશ્યલ મીડિયામાં સમાચાર આવ્યા હતા કે તેઓ બૅન્ગકૉક ચાલ્યા ગયા છે. સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા આ સમાચાર પછી કૉન્ગ્રેસે સ્પષ્ટતા કરી છે કે રાહુલ ગાંધી બૅન્ગકૉક નહીં પરંતુ કમ્બોડિયા ગયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી પાંચ દિવસ સુધી કમ્બોડિયામાં યોજાનાર ધ્યાન શિબિરમાં રહેશે. તે પછી ભારત પરત ફરીને તેઓ વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી આ પહેલાં પણ ધ્યાન શિબિરોમાં હાજર રહ્યા હતા.