-
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સુપ્રિમ કોર્ટમાં એક એફિડેવિટ કરીને કોર્ટને જાણ કરી કે હું માનું છું કે સુપ્રિમ કોર્ટે એવું ક્યારેય કહ્યું નથી કે ચોકીદાર ચોર હૈ. મારા તરફથી આ નિવેદન ચૂંટણી પ્રચાર વખતે ઉત્તેજનામાં અપાઇ ગયું હતું. તેમણે કોર્ટને એવી પણ ખાતરી આપી કે કોર્ટના રેકોર્ડમાં ના હોય એવી કોઇ ટીપ્પણી તેઓ જાહેરમાં કરશે નહીં. મારા શબ્દોને વિરોધીઓ દ્વારા ખોટી રીતે રજૂ કરાયા છે. કોર્ટે ભાજપના મીનાક્ષી લેખી દ્વારા કરાયેલી રીટના સંદર્ભમાં રાહુલનો જવાબ માંગ્યો હતો કે કોર્ટે રાફેલ સોદા અંગે એવું તો કહ્યું નથી કે સરકાર વાંકમાં છે અથવા સોદામાં કાંઇ ગરબડ છે. કોર્ટે તેનો જવાબ મંગાવ્યો હતો. જેના જવાબમાં રાહુલે એફિડેવિટ કરીને કહ્યું કે તેમને તેમના નિવેદન બદલ અફસોસ છે. કોર્ટનું અવમાન થાય એવો તેમનો કોઇ ઇરાદો નહતો.