કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર સવાલ ઉભા કરી રહ્યાં છે. લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીન સાથેની હિંસક ઝડપમાં 20 ભારતીય સૈનિકના શહીદ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે સતત જવાબ માગ્યા બાદ આજે રાહુલ ગાંધીએ કોરાના વાયરસ સંક્રમણ મામલે સવાલ કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે કેન્દ્ર સરકારની પાસે કોરોના સામે લડવાને લઇને કોઇ યોજના નથી.
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે, કોરોના વાયરસ દેશના નવા વિસ્તારોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. પ્રધાનમંત્રી ચુપ છે. પીએમ મોદીએ મહામારી સામે આત્મસમર્પણ અને તેની સામે લડવાને લઇને ઇન્કાર કરી દીધો છે.
રાહુલ ગાંધીએ કોરોના વાયરસના મુદ્દા પર મોદી સરકાર પર એવા સમયે નિશાન તાક્યું છે જ્યારે દેશમાં સંક્રમિત દર્દીઓનો આંકડો 5,00,000 કરતા વધી ગયો છે. જ્યારે બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કહી ચૂક્યાં છે કે ખબર નહીં આ બિમારીથી ક્યારે મુક્તિ મળશે.