ઉત્તર પૂર્વીય દિલ્હીમાં હિંસાના 10 દિવસ બાદ રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ બ્રજપુરીમાં અરૂણ પબ્લિક સ્કૂલમાં ગયા હતા જેને લોકોએ સળગાવી દીધી હતી. તે બાદ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, આ જે શાળા છે, તે ભારતનું ભવિષ્ય છે અને અહીં નફરત અને હિંસાએ તેને ખતમ કરી છે. તેનાથી કોઇનો ફાયદો થયો નથી. હિંસા અને નફરત વિકાસની દુશ્મન છે. રાજધાનીમાં થયેલી હિંસાના કારણે દુનિયા સામે દેશની છબિ ખરાબ થાય છે.