કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ‘કૉમેડી કિંગ’ કહ્યા છે. તેમણે કહ્યું કે, રાહુલ હંમેશા ચર્ચામાં રહેવાનો પ્રયાસ કરે છે. પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, ‘રાહુલ ગાંધી તે જ કરી રહ્યા છે, જે સૌથી બેસ્ટ હોય છે - સ્ટેન્ડ-અપ કૉમેડી! તેમના દુર્ભાવનાપૂર્ણ દાવાઓ અને ચિત્તભ્રમ દર વખતે તપાસ હેઠળ દબાઈ જાય છે. તેઓ મોહરાની ભૂમિકા સારી રીતે નિભાવી રહ્યા છે. તેઓ ફરી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે તેમ છતાં તેમની ખોટી માહિતી ભારતના લોકો પર અસર કરી રહી નથી.’