રાહુલ ગાંધીએ સાવરકર અંગે નિવેદન આપીને સર્જેલા વિવાદમાં મહારાષ્ટ્રના પૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસ પણ કુદી પડ્યા છે. તેમણે રાહુલ ગાંધીના નિવેદનને શરમજનક ગણાવ્યું. ફડણવીસે કહ્યું કે, રાહુલને ખબર નથી કે સાવરકરે આંદામાનની કાળ કોટડીમાં 12 વર્ષ યાતનાઓ સહન કરી હતી. રાહુલ ગાંધી તેમાં 12 કલાક પણ ન રહી શકે. નામ પાછળ ગાંધી લગાવવાથી કોઈ ગાંધી નથી બની જતુ.