ગુજરાતમાં થઈ રહેલા ધોધમાર વરસાદને પગલે કોંગ્રેસ અધ્યક્ષ રાહલુ ગાંધીએ પોતાનો ગુજરાત પ્રવાસ મુલતવી રાખ્યો છે. રાહુલ ગાંધીના મુલતવી રહેલા પ્રવાસ અંગે નિવેદન આપતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે તારીખ 16 અને 17 જુલાઈએ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવવાના હતા . જોકે સૌરાષ્ટ્રમાં વરસાદના કારણે રાહુલ ગાંધીનો પ્રવાસ મુલતવી રખાયો છે. આગામી દિવસોમાં વાતાવરણને અનુરૂપ પ્રવાસનું આયોજન કરશે.