દેશમાં કોરોના મહામારીની માર અને ઉપરથી લૉકડાઉનમાં ઉદ્યોગ-ધંધા ઠપ્પ રહેતા સામાન્ય પ્રજા પરેશાન છે. આ દરમિયાન છેલ્લા ત્રણ અઠવાડિયાથી રોજ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે કોંગ્રેસ પાર્ટી તરફથી આ મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સોમવારે સવારે એક ઝૂંબેશ આદરી છે. જેમાં પેટ્રેલ-ડીઝલની વધતી જતી કિંમતો વિરુદ્ધ અવાજ ઉઠાવવાની અપીલ કરવામાં આવી છે.
રાહુલ ગાંધીએ એક વીડિયો શેર કરતા પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, ચાલો #SpeakUpAgainstFuelHike કેમ્પેઈન સાથે જોડાઈએ. વાસ્તવમાં સોમવારે સવારે કોંગ્રેસ સમગ્ર દેશભરમાં પેટ્રોલ-ડીઝલની વધતી જતીં કિંમતો વિરુદ્ધ પ્રદર્શન કરવા જઈ રહી છે.
આ સિવાય કોંગ્રેસના તમામ નેતા, મુખ્યમંત્રીઓ સહિતના હોદ્દેદારો આ મામલે સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરવાના છે. અગાઉ પણ જવાનો અને ચીનના મામલે કોંગ્રેસ પાર્ટીએ આવું જ કર્યું હતું.