કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે ભાજપ અને આરએસએસની ટીકા કરીને કહ્યુ કે ભાજપવાળા જય સિયા રામ'ના બદલે 'જય શ્રી રામ' બોલે છે કારણકે એ લોકો સીતાની પૂજા નથી કરતા. રાહુલ ગાંધીએ કહ્યુ કે સીતા વિના રામ અધૂરા છે. જય સિયારામનો અર્થ છે જય સીતા-જય રામ. તેમણે કહ્યુ કે સીતા અને રામ એક જ છે એટલા માટે સાચો નારો છે જય સિયારામ અથવા જય સીતારામ.