કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પ્રધાનમંત્રી મોદીને સતત ઘેરતા રહ્યા છે. ત્યારે શુક્રવારે રાહુલ ગાંધીએ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર રોક લગાવવાના સરકારના નિર્ણયની આકરી ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ સરકારના આ નિર્ણયને અમાનવીય અને અસંવેદનશીલ ગણાવ્યો હતો.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે, લાખો કરોડની બુલેટ ટ્રેન યોજના અને કેન્દ્રીય વિસ્ટા સૌંદર્યીકરણ પરિયોજનાને અટકાવવાની જગ્યાએ કોરોના સામે લડી રહેલા અને લોકોની સેવા કરી રહેલા કેન્દ્રીય કર્મચારીઓ, પેન્શનધારકો અને દેશના જવાનોના મોંઘવારી ભથ્થા કાપવા સરકારનો અસંવેદનશીલ અને અમાનવીય નિર્ણય છે.