કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે તેલની કિંમતોમાં વધારાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જેમાં 2014માં ભારતીય જનતા પાર્ટી (BJP) સત્તામાં આવ્યા બાદ તેલની કિંમતોમાં થયેલા વધારાનો ઉલ્લેખ છે. તેના કેપ્શનમાં રાહુલે લખ્યું છે કે, આ વડાપ્રધાનની જન ધન લૂંટ યોજના છે. રાહુલે 2014 પહેલાના તેલના ભાવ અને વર્તમાન તેલના ભાવ વચ્ચે પણ સરખામણી કરી છે. રાહુલે શેર કરેલી તસવીરમાં જણાવવામાં આવ્યું છે કે, મે 2014 પહેલા બાઇક અથવા સ્કૂટરની ટાંકી ભરવા માટે 714 રૂપિયાનો ખર્ચ થતો હતો અને હવે 1014 રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે.