ભારત-ચીન સરહદ પર તનાવ વધી ગયો છે. ચીન સરહદ પર ભારતના 20 જવાનો શહીદ થયા બાદ દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં સતત વધતા તનાવને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.
રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, “બસ હવે બહુ થયું. આપણે સચ્ચાઈ જાણવી જોઈએ કે, આખરે શું થયું છે? વડાપ્રધાન મોદી ચૂપ કેમ છે? આખરે ચીને આપણા સૈનિકોને માર્યા કેવી રીતે? તેમની હિંમત કેવી રીતે થઈ કે, આપણી જમીન પચાવી પાડી?”