કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને ભાજપ પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટર પર એક વીડિયો શેર કરી રેડ્ડી બંધુ અને ભ્રષ્ટાચારનો મુદો ઉઠાવી પીએમ મોદીને સવાલ કર્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યુ કે, પ્રિય મોદી જી, તમે ઘણું બોલો છો. પરંતુ સમસ્યા એ છે કે, તમારી કથની અને કરનીમાં મોટો તફાવત છે.