ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા રાહુલ દ્રવિડને ફરી એકવાર ભારતીય ટીમનો હેડ કોચ બનાવવામાં આવ્યો છે. ODI World Cup 2023ના સમાપન સાથે જ તેનું કાર્યકાળ પણ સમાપ્ત થઇ ગયું હતું. પરંતુ હવે BCCIએ રાહુલ દ્રવિડ એન્ડ કંપનીને રિટેન કરવાનો નિર્ણય કર્યો છે. સિનિયર મેન્સ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ સાથે સપોર્ટ સ્ટાફના કોન્ટ્રાક્ટ પણ એક્સ્ટેન્ડ કર્યા છે. હેડ કોચ અને સપોર્ટ સ્ટાફનું કાર્યકાળ કેટલા દિવસ માટે આગળ વધારવામાં આવ્યો છે તેના વિશે BCCIએ કોઈ માહિતી આપી નથી.