ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડે લોકસભા ચૂંટણી દરમિયાન બેંગલોરમાં પોતાનો મત આપ્યો છે. લોકોને પણ મતદાન કરવા વિનંતી કરતા દ્રવિડે કહ્યું કે, દરેક વ્યક્તિએ બહાર આવીને વોટ કરવો જોઈએ. આ લોકશાહીમાં આપણને મળતી તક છે.