કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની માગણી કરતા ૨૩ નેતાઓના પત્ર મામલે કોંગ્રેસ ર્વિંકગ કમિટીની બેઠકમાં ઉગ્ર ચર્ચા થઈ હતી. રાહુલ ગાંધીએ એક તબક્કે પાર્ટીનાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રને ભાજપના ઈશારાથી કરાયેલું અડપલું ગણતા અને ભાજપ સાથેની મિલીભગતના આક્ષેપો કરતા પાર્ટીના નેતા ગુલામનબી આઝાદ અને રાહુલ ગાંધી વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. આઝાદ અને સિબ્બલે રાહુલ ગાંધીના આક્ષેપોનો વિરોધ કર્યો હતો. આઝાદે ભાજપ સાથે સાઠગાંઠના આરોપો સાબિત થાય તો રાજીનામું આપવાની તૈયારી દર્શાવી હતી.