કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપનારા રાહુલ ગાંધી આજકાલ કોર્ટના ચક્કર કાપી રહ્યા છે, જે અંતર્ગત આજે રાહુલ ગાંધી અમદાવાદમાં કોર્ટમાં હાજરી આપવા પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમનું ફૂલોના ગુલદસ્તાથી સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી વિરુદ્ધ અમદાવાદ જિલ્લા સહકારી બેંક અને તેના ચેરમેન અજય પટેલે કેસ દાખલ કર્યો હતો.
કોર્ટમાં રજૂ થયા સિવાય રાહુલ ગાંધી અમદાવાદના સર્કિટ હાઉસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને પણ મળ્યા હતા. કોર્ટમાં તેમની પેશી પૂરી થયા બાદ તેઓ 5 વાગે દિલ્હી માટે રવાના થશે. અમદાવાદ આવ્યા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને BJP અને RSS પર નિશાનો સાધ્યો હતો.
રાહુલે ટ્વીટર પર લખ્યું હતું કે, આજે હું અમદાવાદમાં છું. મારી વિરુદ્ધ BJP અને RSSએ કેસ નોંધાવ્યો છે. હું તેમને મંચ અને અવસર પ્રદાન કરવા માટે તેમનો ધન્યવાદ કરું છું. આ મંચ મારફતે તેમના વિરુદ્ધ મારી વૈચારિક લડાઈને જનતા વચ્ચે લાવીશ. સત્યમેવ જયતે.