Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકમાં ભાજપનો સામનો કરવા માટે પક્ષના નેતાઓને એક થઇને લડવાની હાકલ કરી  હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કોંગ્રેસ રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં જીતી જશે.
રાહુલે મતદારોને આકર્ષવા માટે જણાવ્યું હતું કે જો તેમનો પત્ર રાજ્યમાં સત્તા પર આવશે તો યુવાનોને બેકારી ભથ્થુ આપવામાં આવશે અને રાજ્ય સરકારમાં ખાલી પડેલ ૨.૫ લાખ જગ્યા ભરવામાં આવશે.

ભારતના ભારે વિરોધ છતાં ઇન્ટરપોલે વોન્ટેડ લિસ્ટમાંથી મેહુલ ચોકસીનું નામ દૂર કર્યુ
ઇન્ટરપોલે ભાગેડું મેહુલ ચોકસી વિરુદ્ધ જારી રેડ કોર્નર નોટીસ પરત લઇ લીધી છે. ઘટનાક્રમ સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું હતું કે હીરા વેપારીના પ્રતિનિધિત્ત્વને આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકારે આ નિર્ણયનો જોરદાર વિરોધ નોંધાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે પંજાબ નેશનલ બેંક (પીએનબી)ના બે અબજ ડોલરના છેતરપિંડી કેસમાં ચોકસી ભારતમાં વોન્ટેડ છે. ડિસેમ્બર, ૨૦૧૮માં તેમની વિરુદ્ધ રેડ કોર્નર નોટીસ જારી કરવામાં આવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ